બનાસકાંઠાના કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઇન લેવા બાબતે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

બનાસકાંઠાના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ-ઓમિક્રોન વાયરસ વચ્ચે તા. 6 જાન્યુઆરીના એચ.એન.જી.યુ. દ્વારા ઓફલાઇન પરીક્ષા લેનાર જે ઓનલાઇન કરવા સોમવારે કલેક્ટરને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું છે.

 

 

40 દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ-અંદોલન વગેરે માધ્યમોથી રજૂઆત કરવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

 

બનાસકાંઠા જીલ્લાના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આગામી તા. 6 જાન્યુઆરીના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા કોલેજોમાં લેવાના નિર્ણયને લઇ સોમવારે બનાસકાંઠાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઓનલાઇન પરીક્ષા કરવા રજૂઆત કરાઇ છે.

 

હાલમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ચાલી રહી છે. દરરોજ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે.

 

ત્યારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બનાસકાંઠાની દરેક કોલેજોમાં યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા આગામી તા. 6 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે.

 

જેના પગલે છેલ્લા 40 દિવસોથી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ-આંદોલન વગેરે દ્વારા રજૂઆતો કરવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં આવેલો નથી.

 

જે અંગે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ દ્વારા તા. 6 જાન્યુઆરીએ લેવામાં આવનારી પરીક્ષા ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન લેવામાં આવે તેવી બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી માંગ કરાઇ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share