ડીસામાં એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી

Share

ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવકના તેની બેનના સાસરિયાએ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ઝેરી દવા ગટગટાવતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ છે.

 

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ઝેરી દવા ગટગટાવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, ડીસાના ઢુંવા રોડ પર આવેલ મહાકાલી મંદિર પાસે રહેતા વર્સાબેન હરેશભાઇ લોધા તેમની નણંદ જેનું નામ વનીતાબેન જેના લગ્ન આશરે આઠ મહિના અગાઉ ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોપાલેશ્વર મંદિર પાસે રહેતા યોગેશકુમાર મહેશભાઈ લોધા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયેલ અને છેલ્લા છ માસથી વર્ષાબેનના નણંદ વનીતાબેન રિસણે બેઠા હતા.

પ્રતીકાત્મક તસવીર

આ અંગે વર્ષાબેનના નણંદ વનીતાબેનએ તેમના સાસરી પક્ષના લોકો પર કોર્ટમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરેલ છે જેમાં વનીતાબેનના પતિ યોગેશકુમાર મહેશભાઈ લોધા તેમના સસરા મહેશકુમાર સુમેરસિંહ લોધા તેમજ તેમની સાસુ ગોમાબેન મહેશકુમાર લોધા મનદુખ રાખી અવારનવાર વનીતાબેનના ભાઈ હરેશભાઈ તેમ જ તેમની પત્ની વર્ષાબેન અને તેમના પરિવારને હેરાન પરેશાન કરતા હતા.

પ્રતીકાત્મક તસવીર

તારીખ 31-12-21ના રોજ સવારે ડીસા રેલવે સ્ટેશન પર વનીતાબેનના ભાઈ હરેશભાઈ લોધાને વનીતાબેનના પતિ યોગેશ કુમાર મહેશભાઈ લોધા તેમના સસરા મહેશકુમાર સુમેર સિંહ લોધા અને તેમની સાસુ ગોમા બેન મહેશકુમાર લોધા સાસરીના લોકો મળેલા અને કહેવા લાગેલા કે તમે વનીતાબેનને અમારા ઘરે કેમ મુકતા નથી તેમ કહી માં બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલા અને જો વનીતાબેનને અમારા ઘરે નહિ મૂકો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધક્મીઓ આપી હતી.

 

જે બાદ વનીતાબેનના ભાઈ હરેશભાઈએ ડરથી ઝેરી દવા પી ગયેલ જે બાદ તેમને તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આજરોજ હરેશભાઈ લોધાના પત્ની વર્ષાબેન હરેશભાઈ લોધાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ગોમાબેન મહેશકુમાર લોધા, મહેશકુમાર સુમેરસિંહ લોધા અને યોગેશકુમાર મહેશભાઈ લોધા આ તમામ રહે.રેલવે સ્ટેશન ગોપાલેશ્વર મંદિર પાસેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share