ડીસાના ઉત્સવ બંગલોજમાં સોનાના દાગીના સહિત રોકડ રકમની થઈ ચોરી

Share

ડીસા પાટણ હાઇવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટની સામે આવેલ ઉત્સવ બંગલોજમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરો રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહિત કુલ 1,60,000ની ચોરી કરી પલાયન થઈ જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ.

પ્રતીકાત્મક તસવીર

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુલાબી ઠંડીમાં તસ્કરો બેફામ બન્યા છે. એક પછી એક મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા પાટણ હાઇવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટની સામે આવેલ ઉત્સવ બંગલોજ ખાતે રહેતા ધનેશભાઈ રામલાલ પરમાર તેમનો પુત્ર અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હોઈ તેમની પાસે તા.31/12/2021ના રોજ બપોરે પોતાના ઘરને લોક કરી અમદાવાદ ખાતે ગયેલા હતા.

પ્રતીકાત્મક તસવીર

સવારે તેમના બાજુમાં રહેતા દીપકભાઈ કેશાભાઈ પ્રજાપતિએ ધનેશભાઈ પરમારને ફોન કરી જાણ કરેલ કે તમારા ઘરે રાત્રીના સમયે ઘરનું તાળું તોડી ઘરમાંથી ચોરી થયેલ છે. ત્યારે ધનેશભાઈ પરમાર તાત્કાલિક ડીસા પોતાના ઘરે આવી તપાસ કરતા તેમના ઘરનું તાળું તોડી બેડરૂમમાં સમાન વેર વિખેર હાલત પડેલ તેમજ તિજોરીનું તાળું તોડી તિજોરીમાં પડેલ સોનાના દાગીના તેમજ ગલ્લામાં પડેલ રોકડ રકમ સહિત કુલ 1,60,000ની કોઈ અજાણ્યા ચોર શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયેલ. જે બાદ ધનેશભાઈ રામલાલ પરમારે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ચોરાયેલ મુદામાલ…

(1)સોનાનું મંગળસૂત્ર: અઢી તોલા જેની કિંમત :- 50,000
(2)સોનાનું પેન્ડલ: દોઢ તોલા જેની કિંમત:-30,000
(3)સોનાની ચેન: દોઢ તોલા જેની કિંમત :-30,000
(4)સોનાની બુટ્ટી બે નંગ: એક તોલાની જેની કિંમત :-20,000
(5)સોનાની બુટ્ટી બે નંગલ: અડધો તોલા જેની કિંમત:-10,000
તેમજ માટીના ગલ્લા માંથી રોકડ 20,000 આમ કુલ કિંમત 1,60,000ની ચોરી થઇ

 

From – Banaskantha Update


Share