કાંકરેજના ખોડલા બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર

Share

 

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખોડલા બસ સ્ટેન્ડ નજીકથી શનિવારે વહેલી સવારે અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

 

 

જેમાં યુવકનું ઠંડીના કારણે મોત થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે શિહોરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અને ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે.

 

ત્યારે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખોડલા બસ સ્ટેન્ડ નજીકથી શનિવારે વહેલી સવારે અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે યુવકની લાશ મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

જ્યારે સ્થાનિક લોકોએ આ બનાવની જાણ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અજાણ્યા યુવકના મૃતદેહને પી.એમ. અર્થે શિહોરી રેફરલમાં ખસેડાયો હતો.

 

મૃતકનું રાત્રિના સમયે ઠંડીના કારણે મોત થયું હોવાનું પણ હાલમાં ચર્ચાઇ રહ્યું છે. આ અંગે શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share