ભાભરના મીઠાથી પાલનપુર સુધી ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીન દોડાવી નિરીક્ષણ કર્યું

Share

 

ભાભરના મીઠાથી પાલનપુર સુધી 80 કિલોમીટરનું કામ પૂર્ણ થતાં ગુરૂવારે ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીન દોડાવીને નિરીક્ષણ કરાયું હતું. જો કે, 2022 માં ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવાનું લક્ષ્યાંક છે.

 

 

પાલનપુરથી ભીલડી, કંડલા અને મુન્દ્રા ઇલેક્ટ્રીક ટ્રેન દોડવા માટેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુરૂવારે સાંજે 7:40 મિનિટે ભાભર તાલુકાના મીઠાથી વાયા ભીલડી થઇ પાલનપુર સુધીની ઇલેક્ટ્રીક 100 ની ઝડપે ટ્રેન દોડાવવામાં આવી હતી.

 

જેમાં સી.આર.એસ. આર.કે.શર્મા, ડી.આર.એમ. અજયકુમાર સિન્હા, સી.પી.એમ. ઇન્દ્રજીતકુમાર અને વાઇસ પ્રેસેડેન્ટના રેલ્વેના કર્મચારીઓના કાફલા સાથે મીઠાથી પાલનપુર સુધી ઇલેક્ટ્રીક લાઇનનું કામ પૂર્ણ થતાં મીઠાથી વાયા ભીલડી, પાલનપુર ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવી અને નિરીક્ષણ પુરૂ કરાયું હતું.

 

બાકીનું કામ પાલનપુરથી કંડલા, સામખ્યારી 375 કિ.મી.નું કામ 2022 ના અંત સુધીમાં પુરૂ કરવાનું લક્ષ્યાંક છે. જેમાં ઇલેક્ટ્રીક ટ્રેન ભારતભરમાં અત્યારે ચલાવવામાં આવી રહી છે.

 

ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવાથી રેલ્વેને ઇંધણનું બચત થશે અને પ્રદૂષણ ઓછું થશે. રેલ્વેને ફાયદો પણ થશે. જેને લઇને પાલનપુરથી કંડલા સામખ્યારીનું 2022 સુધીમાં કામ પુરૂ કરી ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share