રાજસ્થાન તરફથી થર્ટી ફર્સ્ટની મહેફીલ માણી આવતાં 29 શખ્સો ઝડપાયા

Share

 

બનાસકાંઠા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઇ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી થર્ટી ફર્સ્ટની મહેફીલ માણી આવતાં 29 શખ્સો ઝડપાઇ જતાં અમીરગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા જતાં હોય છે.

 

 

જેના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશ ન કરે અને ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં ન આવે તે માટે ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

આ દરમિયાન થર્ટી ફર્સ્ટને દિવસે અમીરગઢ પોલીસે રાજસ્થાન તરફથી થર્ટી ફર્સ્ટની મહેફીલ માણી આવતાં 29 શખ્સો ઝડપાઇ જતાં કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share