ડીસામાં વર્ષોથી ગટરનું પાણી રેલાતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઇ જ પગલાં ન ભરાતાં લોકોમાં રોષ

Share

 

ડીસા સ્વચ્છ શહેર અંતર્ગત નિરામય નગર અંતર્ગત નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસથાને દરેક વોર્ડમાં રોડ, રસ્તા, પાણી, ગટર અને લાઇટ જેવી સ્થાનિકોની પડતી મુશ્કેલીને દૂર કરવા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દર ગુરૂવારે નિરામય નગર અંતર્ગત કાર્યકમ યોજાઇ રહ્યા છે.

 

 

જેમાં નગરપાલિકાના પ્રમુખ સહીત ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને ફોટા શૂટ કરી મિડીયામાં ચમકી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા જોઇએ તો 4 દિવસ અગાઉ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 8 માં નિરામય નગર અંતર્ગત કાર્યકમ યોજાયો હતો.

 

 

જયારે સુંદર શહેર સ્વચ્છ શહેર બનાવાનો શહેરીજનોને સંદેશ આપવામાં આવ્યો હતો પરંતુ મંગળવારે પણ વોર્ડ નં. 8 ના હરીઓમ શાળાની બાજુમાં વર્ષોથી ઉભરાતાં ગટરના પાણી રોડ પર ઉભરાઇ રહ્યા છે અને નવો બનાવેલ ડામર રોડ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. હરીઓમ શાળાની બાજુમાં કચરાના ઢગલા ખડકાઇ ગયા છે.

 

 

જ્યાં શાળા આવેલ છે ત્યા હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યાં ડમ્પીંગ સાઇડ બનાવી દેવામાં આવી છે અને શહેરમાં થતાં બાંધકામનું મટીરીયલ ખાલી કરવામાં આવી રહ્યું છે. જેના લીધે ડમ્પીંગ સાઇડ પર કચરાના ઢગલા ખડકાઇ ગયા છે. જ્યારે અત્યારે કોરોના કેસોમાં વધારો થયો છે.

 

 

બીજી તરફ ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગોએ માથું ઉંચકયું છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઇપણ બીમાર થાય તો જવાબદારી કોની લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. નિરામય નગર અંતર્ગત નગરપાલિકાની કામગીરીનું વોર્ડ નં. 8 માં સુરસુરીયુ જોવા મળી રહ્યું છે.

 

હરીઓમ શાળાની બાજુમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતાં અને કચરાના ઢગલા ખડકાઇ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગંભીર બીમારીનો ભય સતાવી રહ્યો છે.

 

અગાઉ એક વર્ષ પહેલાં પણ હરીઓમ શાળાની બાજુમાં ગટરના ગંદા પાણીના નિકાલ કરવા માટે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા દ્વારા આજદીન સુધી ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.

 

ત્યારે નિરામય નગર અંતર્ગત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી માત્ર ફોટા શૂટ કરવા અને મિડીયામાં ચમકવા માટે કરવામાં આવતી હોય તેવું દેખાઇ રહ્યું છે. જેના પૂરાવા વોર્ડ નં. 8 ના હરીઓમ શાળાની બાજુમાં ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલા ખડકાયા છે તે દેખાડી રહ્યા છે.

 

વોર્ડ નં. 8 ના ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકા કર્મચારીઓ દ્વારા જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. ત્યારે તાત્કાલીક અસરથી હરીઓમ શાળાની બાજુમાં ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલા સાથે ડમ્પીંગ સાઇડ દૂર કરી સ્વચ્છ શહેરનો નગરપાલિકા દ્વારા સંદેશ આપવામાં આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

 

હરીઓમ શાળાની બાજુમાં ગટરના પાણી રોડ પર રેલાતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકો માટે ભયંકર બિમારીની ખતરો ઉભો થઇ રહ્યો છે.

 

ત્યારે નગરપાલિકા દ્વારા નિરામય નગર અંતર્ગત થોડા દિવસ પહેલાં આ વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો પરંતુ હરીઓમ શાળાની બાજુમાં ગટરના ગંદા પાણી કચરાના ઢગલાઓ બાંધકામનું વેસ્ટ મટીરીયલ તૂટેલા રોડ રસ્તાઓ ઉપસ્થિત કાર્યકમમાં દેખાયા નહીં. શહેરમાં ચોખી જગ્યાએ સાફ-સફાઇ કરી નિરામયનગરનું નાટક ભજવાયું હોય તેવું દેખાઇ રહ્યું છે.

 

જ્યારે વોર્ડ નં. 8 ના સભ્યો સ્વચ્છના એવોર્ડથી સન્માનિત થઇ ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કચરાના ઢગલા ખડકાયા છે. ત્યારે વર્ષોથી ગટરનું પાણી ઉભરાઇ રહ્યું છે.

 

ત્યારે નગરપાલિકાના સદસ્યો દ્વારા ટાઇમસર સફાઇ વેરો, પાણી વેરો ભરવામાં કડકમાં કડક વસૂલાત કરે છે. જ્યારે આ પ્રાથમિક સુવિધાઓનું કોઇ નિરાકરણ આવ્યું નથી. ત્યારે તાત્કાલીક ધોરણે આ કામગીરી કરાય તેવી રહીશોની ઉગ્ર માંગ છે.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share