સાંતલપુરના વારાહી ટોલનાકા નજીક ટ્રેલરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત : એક યુવક ઘાયલ

Share

 

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ટોલનાકાથી વારાહી તરફ હાઇવે ઉપર શનિવારે બાઇકને ટ્રેલરે પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 

 

જેમાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના મૌલિકભાઇ ઠાકોર અને અસલમભાઇ મલેક પોતાના ગામથી બંને વારાહી મુકામે કામ અર્થે આવેલા હતા.

 

તેઓ પોતાનું કામ પતાવી વારાહી ટોલનાકા તરફ જતા હતા. ત્યારે પાછળથી ટ્રેલરે ચાલુ બાઇકને ધડાકાભેર ટક્કર મારતાં મૌલિકભાઇ ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

જ્યારે અસલમભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રેલર ચાલકે ભાગવાની કોશિશ કરી હતી પરંતુ આગળ ટોલનાકુ નજીક હોઇ લોકોએ ઝડપી પાડયો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share