પાલનપુરની હરસિદ્ધનગર-ભાગળ મહીલા દૂધ મંડળીને સર્વશ્રેષ્ઠ મહીલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો એવોર્ડ એનાયત કર્યો

Share

 

બનાસ ડેરી સંયોજીત પાલનપુર તાલુકાની હરસિદ્ધનગર-ભાગળ મહીલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ ગુજરાત રાજ્યમાં સર્વશ્રેષ્ઠ મહીલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે N.C.D.C. (રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ) નો એવોર્ડ મેળવીને બનાસ ડેરીનું ગૌરવ વધાર્યું છે.

 

 

પાલનપુરની હરસિદ્ધનગર-ભાગળ મહીલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ સર્વશ્રેષ્ઠ મહીલા સહકારીતાની શ્રેણીમાં પ્રથમ નંબર મેળવીને શુક્રવારે રૂ. 25,000 નું ઇનામ અને પ્રમાણપત્ર મેળવ્યું છે.

 

 

મંડળીના મંત્રી સેજલબેન નરેશભાઇ પટેલે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઇ અમીન, સેવા સંસ્થાના ચેરપર્સન મીરાઇ ચેટરજી અને N.C.D.C. ના રીજીયોનલ ડાયરેક્ટર શૈલેન્દ્ર સિંઘની ઉપસ્થિતિમાં એવોર્ડ સ્વીકાર્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, જીલ્લાની મહીલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં મંત્રી તરીકે સેવા આપતાં સેજલબેન પટેલ સમગ્ર જીલ્લામાં એક માત્ર મહીલા મંત્રી છે.

 

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, ઇ.એમ.ડી. સંગ્રામભાઇ ચૌધરી અને નિયામક મંડળે આ પ્રસંગે મંડળીને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે મહીલાઓએ દૂધ ઉત્પાદનની સાથે સાથે મંડળીના વહીવટમાં પણ સહભાગી થઇને ચેરમેન અને મંત્રી જેવી જવાબદારીઓ વહન કરવા અનુરોધ કર્યો હતો.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share