ડીસામાં રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ એલિવેટેડ ઓવરબ્રિજને આખરે થિંગડા મારવાની કામગીરી શરૂ કરાઇ

Share

 

ડીસામાં ચારેક માસ અગાઉ રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ અતિ આધુનિક ઓવરબ્રિજનું કામ મહેસાણા સ્થિત રચના કન્ટ્રક્શન કંપની દ્વારા કરાયું હતું.

 

 

જયારે લોકાર્પણ બાદ ચારેક માસના ટૂંકાગાળામાં આ ઓવરબ્રિજ ઉપર તિરાડો પડવા સાથે ડામર રોડના પોપડા ઉખડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. અકસ્માતના ભય વચ્ચે વાહન ચાલવા માટે વાહનચાલકો મજબૂર બન્યા હતા.

 

 

જો કે, આ બાબતનો અહેવાલ બનાસકાંઠા અપડેટમાં પ્રસારીત થયા બાદ આખરે તંત્ર સફાળુ જાગી તેને તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે આ આધુનિક ઓવરબ્રિજ ઉપર થિંગડા મારવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઇ હતી.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share