પાલનપુરમાં મુખ્ય સેવિકાની પરીક્ષા અગાઉની જેમ દરેક સ્નાતક વિદ્યાર્થિનીઓ આપી શકે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

બનાસકાંઠા જીલ્લાની બહેનો અને વિદ્યાર્થિનીઓએ મુખ્ય સેવિકાની પરીક્ષા અગાઉની જેમ દરેક સ્નાતક વિદ્યાર્થિનીઓને આ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવે તેવી માંગ સાથે શુક્રવારે કલેક્ટરને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.

 

 

બનાસકાંઠા જીલ્લામાં મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાતના ફેરફાર માટે વિદ્યાર્થિનીઓએ શુક્રવારે કલેક્ટરને આવેદનપત્ર આપી ફેરફાર કરવા રજૂઆત કરાઇ છે. જેમાં મુખ્ય સેવિકાની પરીક્ષામાં અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત પર લેવાતી હતી.

 

 

કોઇ પણ સ્નાતક બહેનો પરીક્ષા આપી શકતી હતી. પરંતુ તા. 27/12/2021 ના પંચાયત વિભાગ દ્વારા અચાનક જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

 

 

આ પરિપત્ર મુજબ ફક્ત હોમ સાયન્સ અને ચાઇલ્ડ ડેવલોપમેન્ટનો કોર્ષ કરેલી બહેનો જ પરીક્ષા આપી શકશે. બીજી કોઇ વિદ્યાર્થિનીઓ પરીક્ષા માટે લાયક ગણાશે નહીં. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જે પરીક્ષા લેવાઇ હતી.

 

જેમાં કોઇ પણ સ્નાતકની જ લાયકાત દર્શાવતી હતી. ફોર્મ ભરવાનો સમય નજીક છે. ત્યારે આ લાયકાતનો બદલાવ કરવો યોગ્ય ન કહેવાય ગુજરાતની ઘણી વિદ્યાર્થિનીઓ મુખ્ય સેવિકાની બે-ત્રણ વર્ષથી તૈયારી કરી રહી છે. કોરોનાના કારણે ભરતી મોડી થઇ રહી છે.

 

હવે ભરતીના સૌથી છેલ્લા સમયે પણ લાયકાત જ બદલી નાખવામાં આવે તો આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે. જેથી કલેક્ટરને જીલ્લાની બહેનો અને વિદ્યાર્થિનીઓએ આવેદનપત્ર પાઠવી વિનંતી કરી કે, ‘અગાઉની જેમ જ દરેક સ્નાતક બહેનોને આ પરીક્ષા આપવા માટે તક આપવામાં આવે તેવી માંગ કરાઇ હતી.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share