ઝેરીલા સાપને હાથમાં રાખી યુવકને મસ્તી કરવાનું ભારે પડયું : યુવક હોસ્પિટલ પહોંચી ન શકતાં મોતને ભેટ્યો

Share

 

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક યુવકને સાપ સાથે રમવાનું ભારે પડયું હતું. જીલ્લાના ઉમરેઠ તાલુકાના માંકદેહી ખુર્દમાં એક યુવક રસેલ્સ વાઇપર પ્રજાતિના સાપને પકડીને ફરતો હતો. આ સમયે સાપે તેને ડાબા હાથમાં ડંખ માર્યો હતો.

 

 

ડંખ માર્યાં બાદ યુવકને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવો પડયો હતો. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. સાપ સાથે મસ્તી કરતાં યુવકનો છેલ્લો વિડીયો સોશિયલ મીડીયા પર વાઇરલ થઇ રહ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, છિંદવાડા શહેરથી માત્ર 15 કિ.મી. દૂર સ્થિત માંકદેહી ખુર્દ ગામમાં રહેતાં મનોજ યુવનાતિ નામના યુવકે તેના જ ઘરમાંથી રસેલ વાઇપર પકડયો હતો. આ પછી મનોજે સાપને હાથમાં લીધો હતો અને તેની સાથે રમવા લાગ્યો હતો.

 

 

સાપ સાથે રમતા જાઇ સ્થળ પર હાજર લોકોએ મનોજને આ રીતે રમવાથી રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેણે સાંભળ્યું નહીં. દરમિયાન મનોજના હાથ પર સાપે ડંખ માર્યો હતો. જે વિડીયો વાઇરલ થયો હતો. સાપ કરડતાંની સાથે જ મનોજે રસેલ વાઇપર છોડી દીધો હતો.

 

 

યુવકની બગડતી હાલત જોઇને પ્રત્યક્ષદર્શીઓએ યુવકને જીલ્લા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી તેને નાગપુર રીફર કરાયો હતો. પરંતુ નાગપુર પહોંચે તે પહેલાં જ યુવકનું રસ્તામાં મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. મનોજ કેવી રીતે સાપ સાથે રમી રહ્યો હતો. એ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share