ખૂની ખેલ: માં-બાપ અને પુત્રોની હત્યા માટે 2 મહિના પ્લાન ઘડ્યો, ગુગલ કર્યું કે હત્યા બાદ સ્વર્ગ જશે કે નર્ક

- Advertisement -
Share

પરિવારની હત્યા કરવા એક-બે મહિનાથી યોજના બનાઈ… ગૂગલ પર સર્ચ કર્યું કે પરિવારની હત્યા કર્યા પછી સ્વર્ગ નસીબ થશે કે નર્ક? પત્નીનો જીવ લેવા માગતો નહોતો તો તપાસ કરી કે સરકાર તેને કેટલી વિધવા સહાય આપશે.

આ કહાની રાજસ્થાનના જોધપુરના લોહાવટમાં રહેનાર શંકરલાલની છે, જેણે 3 નવેમ્બરે માં-બાપ અને બંને પુત્રની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી. શંકરલાલ સપ્ટેમ્બરથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો કે પરિવારની હત્યા કેવી રીતે કરવી?

 

શંકરલાલ અફીણનો વધુ નશો કરવા લાગ્યો હતો. તેને પરિવારની હત્યા કરવાની ઘેલછા આવી ગઈ. પત્ની સાથે અણબનાવ પણ થવા લાગ્યો, કારણ કે તે વારંવાર તેને ટોકતી હતી. તેણે નિર્ણય કર્યો કે તે અલગ રહેવા માગે છે. અફીણના નશાને કારણે તેણે સપ્ટેમ્બરથી જ હત્યાનું પ્લાનિંગ શરૂ કર્યું હતું.

તેણે ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયાની ક્રાઇમ સિરીઝ જોવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગૂગલ પર હત્યાનું પ્લાનિંગ, ઊંઘની ગોળીઓ અને ઝેરને લઈ ઘણી વખત સર્ચ પણ કર્યું. ત્યાર પછી 3 નવેમ્બરે ગુરુવારે મા-બાપ અને પોતાના બે પુત્રની હત્યા કરી.

 

શંકરે નક્કી કર્યું કે પરિવારની હત્યા કરવી છે. તે ડરી પણ રહ્યો હતો કે હત્યા પછી શું થશે? તેણે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું કે પરિવારને મારીને શું તેને સ્વર્ગ મળશે. શું તે નરકમાં જશે કે સ્વર્ગમાં?

પરિવારને મારવાનું નક્કી કરી ચૂકેલા શંકરે વિચારી રાખ્યું હતું કે, પહેલા તેમને ઊંઘની ગોળીઓ આપવાની છે અને ઝેર પણ આપવાનું છે. સર્ચ કર્યું કે સૌથી સારી ઊંઘની ગોળી કઈ છે. તેની સાથે જ જાણકારી મેળવી કે સૌથી સારું ઝેર કયું છે. તેણે ઈન્ટરનેટ પરથી આ ઊંઘની ગોળીઓ અને અસરકારક ઝેર વિશે પણ ઘણી માહિતી એકઠી કરી હતી, તે કેવી રીતે અને કેટલા સમય સુધી અસરકારક રહેશે.

 

આરોપીએ 14 સપ્ટેમ્બરથી જ ફેસબુક સહિત ઈન્ટરનેટ અને અન્ય પ્લેટફોર્મ પર ક્રાઇમ સિરીઝ જોવાનું શરૂ કર્યું. શરૂઆતી દિવસોમાં ક્રાઈમ પેટ્રોલની ત્રણથી ચાર સિરીઝ જોઈ. ત્યાર પછી તેણે યોજના બનાવવાનું શરૂ કર્યું.

તે ઘણી સિરીઝ જોવા લાગ્યો. સિરીઝમાં જેમ-જેમ તેને હત્યા કરવાનો આઈડિયા મળતો તે પોતાને પ્લાન આગળ વધારતો. પરિવારને ઊંઘની ગોળીઓ આપીને મારવું અને ટાંકીમાં ઝેર ભેળવવું એ પણ આ યોજનાનો એક ભાગ હતો.

 

એવી માહિતી પણ સામે આવી રહી છે કે પત્ની સાથે ભલે તેના અણબનાવ હતા, પરંતુ પત્નીની હત્યા કરવા ઈચ્છતો નહોતો. જેથી પતિના મોત પછી વિધવાઓ માટે ચાલતી યોજનાઓની પણ જાણકારી મેળવી. સાથે જ સર્ચ કર્યું કે પરિવારના મોત પછી સરકાર કયા આર્થિક લાભ આપે છે. તેના મર્યા પછી સરકાર પત્નીને વિધાવા પેન્શન યોજનાના કેટલા રૂપિયા આપશે.

 

શંકરલાલ(38) 3 નવેમ્બરની સાંજે પહેલા પોતાના પિતા સોનારામ(65) પર કુહાડીથી હુમલો કરી ભાગી ગયો. સોનારામને ઘાયલ જોઈ લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

 

શંકરે ઘરના બાકીના સભ્યોના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. જ્યારે બધા બેહોશ થઈ ગયા ત્યારે તેણે પહેલા તેની માતા ચંપા (55)ને ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં ફેંકી દીધી. તેનો પુત્ર લક્ષ્મણ (14) પણ ત્યાં સૂતો હતો, તેને ટાંકીમાં ફેંકી દીધો. શંકરનો નાનો પુત્ર દિનેશ (8) તેની માતા સાથે સૂતો હતો, સવારે 5 વાગ્યાની આસપાસ તેણે તેને પણ ટાંકીમાં ફેંકી દીધો હતો. આ પછી તે પોતે પોતાના મામાના ત્યાં બનાવેલી ટાંકીમાં કૂદી ગયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!