વડગામના માહીના ઘરોળીયા તળાવમાં ફેક્ટરીનું કેમિકલ યુક્ત પાણી છોડાતાં રહીશોએ પંચાયતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો

Share

 

વડગામ તાલુકાના માહી ગામમાં આવેલ ઘરોળીયા તળાવમાં માહીની સીમમાં આવેલ વિવિધ ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડવામાં આવતાં તળાવના કાંઠે રહેતાં પરિવારોએ તંત્રને લેખિત રજૂઆત કરી તાત્કાલીક અસરથી તળાવમાં ઠાલવવામાં આવતાં દૂષિત પાણીને બંધ કરવા માંગ કરી છે.

 

 

વડગામ તાલુકાના માહી ગામમાં આવેલ ઘરોળીયા તળાવમાં છેલ્લા કેટલાંક સમયથી માહીની સીમમાં કથિત બિન અધિકૃત રીતે ચાલતી ફેક્ટરીઓના માલિકો દ્વારા કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

જેને લઇ તળાવમાં દુર્ગંધ મારવા સહીત તળાવમાં સંગ્રહ થતાં વરસાદી પાણી દૂષિત બનતાં તળાવની આજુબાજુ રહેતાં પરિવારોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.

 

દરમિયાન દૂષિત અને ઝેરી પાણીના કારણે તળાવ વિસ્તારમાં આવેલ ખેતરોના પાક ઉપર પણ અસર થતી હોવાનું ખેતર માલિકોએ જણાવ્યું હતું.

 

તળાવમાં છોડાતાં કેમિકલ યુક્ત પાણીને સત્વરે બંધ કરાવવા માટે સ્થાનિક પંચાયતમાં ઇસ્તીયાકભાઇ સમદભાઇ મરેડીયાએ સ્થાનિકોની સહીઓ સાથે લેખિત અરજી કરી ફેક્ટરીઓમાંથી આવતાં કેમિકલ યુક્ત ઝેરી પાણીને બંધ કરાવવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 

 


Share