દાંતા નજીક જીપ-રીક્ષા સામસામે અથડાતાં 16 વ્યક્તિઓ ઘાયલ

Share

 

દાંતા નજીક હડાદ માર્ગ પર બુધવારે સાંજના સુમારે જીપ અને રીક્ષા વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોમાં 16 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થતાં દાંતા 108 વાન દ્વારા દાંતા રેફરલ અને ત્યાંથી ગંભીર ઇજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતા હડાદ માર્ગ પરના કણબીયાવાસ નજીક માર્ગ પર બુધવારે સાંજના પાંચેક વાગ્યાના સુમારે પસાર થઇ રહેલ એક જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ દાંતા 108 વાનને થતાં બંને વાહનોમાં સવાર 16 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાંતા રેફરલ અને પાલનપુર ખસેડાયા હતા.

 

ઇજાગ્રસ્તોના નામ
(1) પોપટજી કનુજી ચૌહાણ (ઉં.વ.આ. 12), (2) કૈલાશબેન પોપટજી (ઉં.વ.આ.21) (રહે. બંને ઉણોદરા, તા. દાંતા), (3) સદાભાઇ ડુટાભાઇ મકવાણા (ઉં.વ.આ. 30) (રહે. ગણવા, તા. દાંતા),(4) વિનોદભાઇ કાન્તીભાઇ (ઉં.વ.આ. 20) (રહે. માલવાણા), (5) જગ્નાબેન વિનોદભાઇ (ઉં.વ.આ.25) (રહે. બેડા),

 

(6) વજાભાઇ રામાભાઇ (ઉં.વ.આ. 50) (રહે. માલવાણા, તા. દાંતા),(7) દિલીપભાઇ ધ્રાંગી (ઉં.વ.આ. 32) (રહે. ગણવા),(8) સેનાભાઇ ભુરાભાઇ વાંસીયા (ઉં.વ.આ. 50) (રહે. વિરામપુર ગોળીયા),(9) નિકુલભાઇ કાન્તીભાઇ ધ્રાંગી (ઉં.વ.આ. 15) (રહે. ગણવા),(10) લીંબાભાઇ ભગાભાઇ પરમાર (ઉં.વ.આ.47) (રહે. ઝુંફાલી),

 

(11) પ્રવિણાબેન રાકેશભાઇ (ઉં.વ.આ.41) (રહે. નવાવાસ, કાઠ),(12) દેવાભાઇ શકાભાઇ ભગોરા (ઉં.વ.આ. 41) (રહે.નવાવાસ, કાઠ),(13) શર્મિલાબેન રાકેશભાઇ (ઉં.વ.આ. 32) (રહે. નવાવાસ, કાઠ), (14) ભારમાભાઇ ચેનાભાઇ (ઉં.વ.આ.17) (રહે. ગણવા), (15) કોકીલાબેન નિકુલભાઇ ગણવા, (16) રાકેશભાઇ મગનભાઇ ગમાર (ઉં.વ.આ. 18) (રહે. નવાવાસ, કાઠ)

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share