અંબાજી નજીક ઇકો પલટી જતા અકસ્માત સર્જાયો : બે મહિલાનાં મોત

Share

અંબાજીથી હડાદ તરફ જઈ રહેલ એક ઇકો વાન મંગળવારે રાત્રે રાણપુર ઘાટીમાં પલટી ગઇ હતી. આ અકસ્માતમાં અંબાજીથી શાકભાજીનો વેપાર કરીને પરત જતી રાણપુર ગામની બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે નવ મુસાફરોને ઇજા થતાં અંબાજી-પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંબાજીથી હડાદ માર્ગ પર મંગળવારે રાત્રે 9.00 કલાકના સુમારે પસાર થઇ રહેલી ઇકો વાન નં GJ-06-MD-2028ના ચાલકે રાણપુર ઘાટીમાં એકાએક સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ઇકો વાન માર્ગ પરથી નીચે ઉતરી જઇ પલટી ગઇ હતી.

આ અકસ્માતમાં અંબાજીથી શાકભાજીનો વેપાર કરીને પરત ઘરે થઇ રહેલી રાણપુરની બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે નવ મુસાફરોને ઇજા થઇ હતી. ઘટનાની જાણ અંબાજી 108 સહીત અંબાજી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ઇજાગ્રસ્તોને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક
1. ભૂરકીબેન ચતરાભાઈ પરમાર (ઉ.વ. 39)
2. તેજકીબેન બધાભાઇ પરમાર (ઉં.વ. 62) (બંને રહે. રાણપુર)

ઇજાગ્રસ્ત
1. માંનાભાઇ રાંમીલાભાઇ પરમાર (ઉ.વ. 30)
2.નેનુબેન વાલાભાઇ સોલંકી (ઉ.વ. 35)
3.કનુબેન મંગાભાઇ પરમાર (ઉ.વ.35)
4.નોકાબેન નાનાભાઇ પરમાર (ઉ.વ. 30)
5.પીન્ટુભાઇ કેશાભાઇ પરમાર (ઉ.વ. 20)
6. રૂચીબેન તારાભાઇ પરમાર (ઉ.વ. 35)
7.રાખીબેન તારાભાઇ પરમાર (ઉ.વ.10)
8. શિલ્પાબેન ખીમાભાઇ પરમાર (ઉ.વ. 08)
9. મેનીબેન બચુભાઇ સોલંકી (ઉ.વ.35) (રહે. તમામ રાણપુર તા. દાંતાં)


Share