ડીસામાં રોટરી ક્લબ ડીવાઇને ઠંડીથી રક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કર્યું

Share

 

ડીસા શહેરમાં હાડ થીજવતી ઠંડીમાં સહારો બનતી રોટરી ક્લબ-ડીસા ડીવાઇન દ્વારા શરૂ કરવામાં આવેલ “હેલ્પીંગ હેન્ડ્‌સ” પ્રોજેક્ટમાં બુધવારે વડલાપુરા પ્રાથમિક શાળામાં સ્વેટરનું વિતરણ કરાયું હતું.

 

 

જેમાં ધો. 1 થી 8 ના 210 જેટલાં વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું હતું અને ધો. 7 અને 8 ની લગભગ 20 જેટલી વિદ્યાર્થીનીઓને “સેનેટરી પેડ” નું વિતરણ કર્યું હતું.

 

 

જ્યારે તરૂણા અવસ્થા પર વિદ્યાર્થીનીઓને ડો. રીટાબેન પટેલ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રોટે. ડૉ. રીટાબેન પટેલ, મંત્રી રોટે. હીનલબેન, વર્ષાબેન, ધર્મિષ્ઠાબેન, કાન્તાબેન, વિણાબેન, અરૂણાબેન અને દક્ષાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જ્યારે વડલાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નવુજી, ભાવનાબેન, સર્વે શિક્ષકો અને મિતુનભાઇ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share