પાલનપુરના યુવકે બોડી બિલ્ડીંગમાં 150 કિલો વજન ઉઠાવી ગુજરાતમાં બીજો નંબર મેળવી જીલ્લા અને સમાજનું નામ રોશન કર્યું

Share

 

પાલનપુરના યુવકે બોડી બિલ્ડીંગમાં 150 કિલો વજન ઉઠાવી બીજો નંબર મેળવી ગૌરવ વધાર્યું છે. પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં રેલ્વે કોલોનીમાં રહેતાં ઇરફાન અબ્બાસીની વર્ષોની મહેનત રંગ લાવી છે. તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલી ઓપન દિલ્હી સ્ટેટ બ્રેન્ચ પ્રેસ એન્ડ ડેડલીફ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

 

 

જ્યાં બનાસકાંઠા જીલ્લાના ઇરફાન અબ્બાસી સહીત ઉત્તર ગુજરાતમાંથી 5 યુવકોની પસંદગી થઇ હતી. જેમાં ઇરફાન અબ્બાસીએ 150 કિલો વેટ ઉઠાવી ગુજરાતમાં બીજો નંબર હાંસિલ કરી પોતાનું ધાર્યું લક્ષ્ય પુરૂ કર્યું છે.

 

યુવકના પિતા પાલનપુર રેલ્વેમાં નોકરી કરે છે. જો કે, પુત્રએ સરકારી નોકરી કરવાનો વિચાર છોડી જીમ જોઇન કર્યું હતું અને ત્યારબાદ સફરની શરૂઆત કરી હતી.

 

ઇરફાન અબ્બાસીએ 2019 માં બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં પણ દેશમાં છઠ્ઠા ક્રમે નંબર મેળવ્યો હતો. હાઇટ, પર્સનાલિટી અને કસરત બોડીના કારણે ઇરફાનની સેલિબ્રિટીઓ તેમજ નેતાઓના બોડી ગાર્ડ તરીકે પણ પસંદગી થઇ હતી.

 

જ્યાં દિલ્હીમાં લોકસભાના સભ્ય મનોજ તિવારી સહીત ડી.આઇ.જી. અનિલ પ્રથમના બોડી ગાર્ડ બની તેમને સુરક્ષા આપવાનું કામ ઇરફાન અબ્બાસી કરી ચૂક્યા છે.

 

ઇરફાન અબ્બાસીએ ગુજરાતમાં બીજો નંબર મેળવી જીલ્લા અને સમાજનું નામ રોશન કરતાં પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી. ઘરે આવેલા ઇરફાનનું પરિવાર સભ્યો અને સમાજના લોકોએ ફૂલહાર કરી મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જો કે, પુત્રએ સિદ્ધી મેળવી સપનું પુરૂ કર્યું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share