વડગામના નાંદોત્રાના યુવકે પ્રેમ લગ્ન કરતાં યુવતીના પરિવારે જીવલેણ હુમલો કરતાં ચકચાર

Share

 

વડગામ તાલુકાના નાંદોત્રા ગામના એક યુવકે વિસનગર તાલુકાના એક ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતાં યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરતાં ભેમજીભાઇ જેસંગભાઇ ચૌધરીએ ત્રણ શખ્સો સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વડગામના નાંદોત્રા ગામના અશોકભાઇએ વિસનગર તાલુકાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. જેથી સોમવાર સાંજે એક નંબર પ્લેટ વગરની કારમાં ત્રણ શખ્સો આવી ગામના ચોરે બેઠેલ યુવકના કુટુંબી

 

ભાઇ પરેશ પાસે કાર ઉભી રાખી કારમાં બેસવાનું કહેલ કારમાં ન બેસતાં બળજબરી કરવા લાગેલ અને પરેશભાઇના ડાબા હાથ ઉપર છરીના ઘા માર્યાં હતા. જ્યારે સુરેશભાઇના કપાળમાં પાઇપ ફટકારી અન્ય એકને પગે ઇજાઓ કરતાં ગામના લોકો દોડી આવી છોડાવ્યા હતા.

 

ઝપાઝપી દરમિયાન એક હુમલાખોરના હાથ ઉપર મહેશ ઉર્ફે એમ.એમ. લખેલું હતું. જ્યારે ત્રણેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં યુવકના કુટુંબી ભેમજીભાઇ જેસંગભાઇ ચૌધરીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન હુમલાના ભોગ બનેલા ત્રણેય ઇજાગ્રસ્તોને વડગામ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share