ડીસાની પ્રિયંકાકુમારી ગુજરાતની સેબર વિમેન્સ ટીમમાં ફાઇનલમાં પહોંચી

Share

 

સોનીપતન અને હરીયાણામાં આયોજીત 29 મી જુનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની સેબર વિમેન્સ ટીમ ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીની જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ પ્રથમવાર ફાઇનલમાં રમી હતી.

 

 

જેમાં પ્રિયંકાકુમારી સોલંકી, રીતુ પ્રજાપતિ, વંદીતા બારડ અને મૈત્રી ચાવડાએ બહેનોની સેબર ટીમ ઇવેન્ટમાં પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં આંધ્રપ્રદેશ સામે 15-1 થી જીત મેળવી હતી. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્રને 45-25 થી હરાવ્યું હતું.

 

 

જ્યારે સેમી ફાઇનલમાં 2 ઇન્ટરનેશનલ ધરાવતી મણીપુરની ટીમને 45-42 થી માત આપી હતી. જ્યારે ફાઇનલમાં 3 ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમતી જમ્મુ-કાશ્મીર સામે 45-29 થી પરાજય થતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

 

 

સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યો હતો. જેમાં બહેનોની સેબર ટીમે સિલ્વર મેડલ, ભાઇઓની સેબર અને ફોઇલ ટીમ 9 માં ક્રમે રહી હતી. જ્યારે વ્યક્તિગત ઇવેન્ટમાં સેબર બહેનોમાં પ્રિયંકાકુમારી સોલંકીએ છઠ્ઠા ક્રમે રહી અને ભાઇઓમા વંશ ધ્રૃવે 7 મી રેન્ક મેળવી જુનિયર ઇન્ટરનેશનલ માટે દાવેદારી મજબૂત કરી છે.

 

આ સિવાય ફોઇલ ભાઇઓમાં અજયસિંહ ચુડાસમાએ 12 મો રેન્ક, ફોઇલ બહેનોમાં શિતલ ચૌધરીએ 13 મો રેન્ક, સેબર બહેનોમાં વંદીતા બારડે 12 મો રેન્ક, રીતુ પ્રજાપતિએ 14 મો રેન્ક અને મિતવા ચૌધરીએ ઇ.પી. ઇવેન્ટમાં 14 મો રેન્ક મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.

 

જ્યારે વિજેતા ખેલાડીઓને એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મહામંત્રી ભરતજી ઠાકોરે અભિનંદન પાઠવ્યા છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share