બનાસકાંઠામાં રાઇના વાવેતરમાં વધારો : 1.63 લાખ હેક્ટરમાં વાવેતર : 65,675 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું

Share

 

બનાસકાંઠા ચાલુ વર્ષમાં રેકોર્ડ બ્રેક વાવેતર રાઇનું કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં એવરેજ રાઇનું વાવેતર 1.38 લાખ હેક્ટર હતું. જે ચાલુ વર્ષમાં 1.63 લાખ એટલે કે 25,000 હેક્ટર પાકનું વાવેતર બનાસકાંઠા જીલ્લામાં વધ્યું છે.

 

 

જેમાં સૌથી વધુ થરાદ તાલુકામાં રાઇનું વાવેતર કરાયું છે. રાઇનું વાવેતર તાલુકા પ્રમાણે જોઇએ તો, અમીરગઢમાં 432 હેક્ટર, ભાભરમાં 10,882 હેક્ટર, દાંતામાં 252 હેક્ટર, દાંતીવાડામાં 6,152, ડીસામાં 14,616 હેક્ટર, દિયોદરમાં

 

 

8,396 હેક્ટર, ધાનેરામાં 30,747 હેક્ટર, કાંકરેજમાં 3,598 હેક્ટર, લાખણીમાં 13,190 હેક્ટર, પાલનપુરમાં 8,206 હેક્ટર, સૂઇગામમાં 2,123 હેક્ટર, થરાદમાં 45,812 હેક્ટર, વડગામમાં 2503 હેક્ટર, વાવમાં 16, 806 હેક્ટર જમીનમાં રાઇનું વાવેતર થયું છે.

 

 

જો કે, બનાસકાંઠા જીલ્લામાં બીજી તરફ ઘઉંનું વાવેતર પણ સારૂ જોવા મળ્યું છે. જેમાં અમીરગઢમાં 3,107 હેક્ટર, ભાભરમાં 1,730 હેક્ટર, દાંતામાં 6,020 હેક્ટર, દાંતીવાડામાં 3,015, ડીસામાં 5,307 હેક્ટર, દિયોદરમાં 4,188

 

હેક્ટર, ધાનેરામાં 4,550 હેક્ટર, કાંકરેજમાં 12,652 હેક્ટર, લાખણીમાં 268 હેક્ટર, પાલનપુરમાં 10,861 હેક્ટર, ઇગામમાં 1,520 હેક્ટર, થરાદમાં 1,760 હેક્ટર, વડગામમાં 7,704 હેક્ટર અને વાવમાં 3,093 હેક્ટર એટલે કે, ટોટલ બનાસકાંઠા જીલ્લામાં 65, 675 હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે.

 

બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે તમાકુ અને જીરૂની ખેતી પણ સારા પ્રમાણમાં જોવા મળી છે. જેમાં તમાકુમાં ભાભરમાં 67 હેક્ટર ડીસામાં 462 હેક્ટર દિયોદરમાં 715 હેક્ટર ધાનેરામાં 638 હેક્ટર, કાંકરેજમાં 3506 હેક્ટર અને લાખણીમાં 134 હેક્ટર સહીત જીલ્લામાં કુલ તમાકુની ખેતી 5,522 હેક્ટર જમીનમાં કરાઇ છે.

 

બીજી તરફ જીલ્લામાં જીરૂનું વાવેતર પણ સારા પ્રમાણમાં જોવા મળ્યું છે. જેમાં ભાભરમાં 707 હેક્ટર, દાંતીવાડામાં 288, ડીસામાં 978 હેક્ટર, દિયોદરમાં 2,909 હેક્ટર, ધાનેરામાં 288 હેક્ટર, કાંકરેજમાં 8,114 હેક્ટર,

 

લાખણીમાં 08 હેક્ટર, પાલનપુરમાં 35 હેક્ટર, સૂઇગામમાં 6,138 હેક્ટર, થરાદમાં 6,777 હેક્ટર અને વાવમાં 24,625 હેક્ટર મળીને કુલ જીલ્લામાં 50,867 હેક્ટર જીરૂનું વાવેતર થયું છે.

 

જીલ્લામાં બટાકાના વાવેતરની વાત કરીએ તો, અમીરગઢમાં 2,486 હેક્ટર, ભાભરમાં 75 હેક્ટર, દાંતામાં 12 હેક્ટર, દાંતીવાડામાં 5,884, ડીસામાં 32,088 હેક્ટર, દિયોદરમાં 2,268 હેક્ટર, ધાનેરામાં 585 હેક્ટર, કાંકરેજમાં 886 હેક્ટર,

 

લાખણીમાં 5,842 હેક્ટર, પાલનપુરમાં 3,901 હેક્ટર અને વડગામમાં 4,875 હેક્ટર સહીત બનાસકાંઠા જીલ્લામાં ટોટલ 58,902 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share