ડીસામાં ઉત્તર પોલીસે મોટર સાઇકલ સાથે એક શખ્સને ઝડપ્યો

Share

 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ઉત્તર પોલીસની ટીમે ડીસાના ગાયત્રી મંદિર નજીક સોમવારે વાહન ચેકીંગ દરમિયાન એક ચોરીનું મોટર સાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રીય થઇ છે તો બીજી તરફ પોલીસ દ્વારા વાહન ચોરીની ગેંગને ઝડપી પાડવા માટે પોલીસ પણ અલગ-અલગ ટીમો બનાવી ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

ત્યારે ડીસા ઉત્તર પોલીસની ટીમ સોમવારે ડીસાના ગાયત્રી મંદિર નજીક વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન એક શખ્સ આખોલ ચાર રસ્તા નજીકથી મોટર સાઇકલ લઇ આવતો જોઇ તે શખ્સ શંકાસ્પદ જણાતાં તેને ઉભો રાખી મોટર સાઇકલ નં. GJ-21-AL-5612 ના કાગળો માંગતાં પોતાની પાસે મોટર સાઇકલના કાગળો નહીં હોવાનું જણાવ્યું હતું.

 

જે બાદ ડીસા ઉત્તર પોલીસની ટીમે મોટર સાઇકલની કુલ કિંમત રૂ. 10,500 નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-102 મુજબ જપ્ત કર્યો હતો. જ્યારે મોટર સાઇકલ ચાલકને સી.આર.પી.સી. કલમ-41-1-ડી મુજબ અટકાયત કરાઇ છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share