પાલનપુરમાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પેન્શન યોજના માટે ધરણાં યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ સોમવારે પોતાના પડતર પ્રશ્રોના નિરાકરણ અને જૂની પેન્શન યોજના શરૂ કરવા કલેક્ટર કચેરી બહાર ધરણાં યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્રો ઘણા સમયથી ઉકેલી શકાયા નથી અને વારંવાર શિક્ષકોએ રજૂઆત કરવા છતાં કોઇ નિકાલ કરાયો નથી. જ્યારે સાતમા પગાર પંચના લાભો સમગ્ર દેશમાં ફરજ બજાવતાં

 

 

શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી અને 2020 માં શિક્ષક વિરોધી જોગવાઇ દૂર કરવી સાથે-સાથે એસ.પી.એલ. રજાબોર્ડમાં ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકોની બદલીનો લાભ આપો આવા ઘણા બધા પડતર પ્રશ્રોની માંગણીને લઇ

 

 

જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પાલનપુરમાં સોમવારે શિક્ષકોના પડતર પ્રશ્નો અને જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઇ દવે, મહામંત્રી અને સમગ્ર જીલ્લામાંથી શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણાં યોજી કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share