ACBની સફળ ટ્રેપથી વીમો પાસ કરાવવા માટે લાંચ માંગતો ડેરી મંત્રી ઝડપાયો

Share

મહેસાણા જિલ્લાના કુકસ ગામમાં મહેસાણા ACBએ ડેરીના મંત્રીને લાંચ લેતા ઝડપી પાડ્યો. ડેરીના એક સભાસદના મોત બાદ તેના પરિવારે વીમો મંજૂર કરાવવા ડેરીના મંત્રીને જાણ કરી હતી. જેમાં મંત્રીએ વીમો મંજૂર કરાવવા 4 હજારની લાંચ માંગી હતી. જેમાં ACBએ ડેરીના મંત્રીને લાંચ લેતા ઝડપી લીધો હતો.

 

મહેસાણા તાલુકામાં આવેલા કુકસ ગામમાં ફરિયાદીના પિતા ગામની દૂધ મંડળીના સભાસદ હતા. જેમનું ત્રણ માસ અગાઉ કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું. જેમાં મૃતકને 35 હજારનો વીમો મળવાપાત્ર હતો. જે વીમો આજદિન સુધી નહોતો મળ્યો, જેથી મૃતકના પુત્રે આ મામલે ડેરીના મંત્રી નારણ મોતીભાઇ ચૌધરીને વાત કરી હતી.

ડેરીના મંત્રીએ મૃતકના પુત્રને કહેલું કે, 35 હજાર સરકારમાંથી મંજૂર કરાવવા ઉપર સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે. તેમ કહી ડેરીના મંત્રીએ મૃતકના પુત્ર પાસે 4,000ની લાંચ માંગી હતી.

 

લાંચની રકમ મૃતકનો પુત્ર આપવા માંગતો નહોતો જેથી તેણે મહેસાણા ACBમાં જાણ કરી હતી. જેથી ACBએ છટકું ગોઠવી ડેરીના મંત્રી નારણ ચૌધરીને રૂપિયા 4 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share