ડીસામાં કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં લોકોમાં ફફડાટ : યુવક લંડનથી ડીસા આવ્યો

Share

 

ડીસાનો એક યુવક લંડનથી અમદાવાદ એરપોર્ટ આવતાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાયો હતો. જેમાં ડીસાના યુવકનો કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે ડીસા લાવી ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

 

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને સાથે એમિક્રોન વાઇરસ પણ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે શનિવારે ડીસામાં આવેલ પિંક સીટી સોસાયટીમાં રહેતાં હર્ષ પરમાનંદ શર્મા (ઉં.વ.આ. 29) નામનો યુવક લંડનથી અમદાવાદ એરપોર્ટમાં આવતાં હર્ષ શર્માનો આર ટી.પી.સી.આર. દ્વારા ટેસ્ટ કરાયો હતો.

 

 

જેમાં હર્ષ શર્માનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ડીસામાં આવેલ યુવકનો કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં શનિવારે ડીસા શહેરમાં પણ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share