અમીરગઢ બોર્ડર પર થર્ટી ફર્સ્ટને લઇ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયું

Share

 

થર્ટી ફર્સ્ટને લઇ ગુજરાતમાં દારૂ સહીત માદક દ્રવ્યો ઘૂસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા જીલ્લા પોલીસ એલર્ટ બની છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા શનિવારે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઇ દેવાયો છે.

 

 

આગામી સપ્તાહ દરમિયાન થર્ટી ફર્સ્ટને લઇ દારૂ અને અન્ય માદક દ્રવ્યો ગુજરાતમાં ન ઘૂસે તે માટે પોલીસનું રાત-દિવસ બોર્ડર પર ચેકીંગ હાથ ધરાયું છે. ગુજરાતમાં રાજસ્થાન સહીત અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવતો હોય છે.

 

 

બનાસકાંઠા એસ.પી.ની સુચના અનુસાર, જીલ્લાની અમીરગઢ બોર્ડર પર પોલીસે પેટ્રોલિંગ સહીત સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

 

 

અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવતાં વાહનો તેમજ લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share