ભાભર પોલીસ દ્વારા શાળામાં દિકરીઓને સ્વરક્ષણ માટે કરાટે તાલીમ અપાઇ

Share

 

દેશમાં મહીલાઓ પર અનેકવાર એકલતાનો લાભ લઇ અસામાજીક તત્ત્વો ગેરકૃત્ય કરતાં હોવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મહીલાઓ પોતે આવા તત્વો સામે લડી શકે અને પોતાનું રક્ષણ કરી શકે તે માટે સરકાર વિવિધ રીતે મહીલા સુરક્ષા કાયદા પણ બનાવી રહી છે.

 

 

ત્યારે બીજી તરફ મહીલા સશક્તિકરણ જેવા અભિયાનને લઇ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. ત્યારે ભાભર પોલીસ દ્વારા શનિવારે ગાયત્રી કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં દિકરીઓને સ્વરક્ષણ માટે કરાટે તાલીમ અપાઇ છે.

 

 

દેશમાં મહીલાઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે તેમને અનેક કોચિંગ અને ક્લાસ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નાની ઉંમરમાં સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સેતુ અભિયાન અંતર્ગત શાળાઓમાં કોચની નિમણૂંક કરી કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.

 

 

આ અંગે ભાભર પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એલ.જોષીએ જણાવ્યું હતું કે, ‘10 દિવસ તાલીમ આપી વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે તૈયાર કરવામાં આવશે. ભાભરમાં શાળાની 300 થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમમાં ભાગ લીધો હતો.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share