ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા હવામાન વિભાગની આગાહીને વેપારીઓ અને ખેડૂતોને સાવચેત કરાયા

Share

 

હવામાન વિભાગની વરસાદની આગાહીને લઇને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ઇકબાલગઢ દ્વારા ખેત ઉત્પન્ન પેદાશને નુકશાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા માર્કેટયાર્ડના કમિશન એજન્ટ, વેપારી અને ખેડૂત મિત્રોને વિનંતી કરાઇ છે.

 

 

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ઇકબાલગઢ દ્વારા માર્કેટયાર્ડના કમિશન એજન્ટ મિત્રો, વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને હવામાન વિભાગની આગાહીને અનુસંધાને આગામી તા. 26 ડિસેમ્બર-2021 ને રવિવારથી તા. 29 ડિસેમ્બર-2021 ને બુધવાર સુધી કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે.

 

જેને લઇ ખેત ઉત્પન્ન ખેત પેદાશને નુકશાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ઇકબાલગઢ દ્વારા વિનંતી છે.

 

ઉત્પાદીત ખેત ઉત્પન્ન ખેત પેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા અને વેપારી મિત્રોએ પોતાના માલ ખેત પેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ઉતરાવવા-મૂકવા વિનંતી કરાઇ છે.

 

ખેડૂત મિત્રોએ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પન્ન ખેત પેદાશને ઢાંકીને લાવવા વિનંતી છે. જેથી કરીને ખેત ઉત્પન્ન ખેત પેદાશને નુકશાન થાય નહી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ઇકબાલગઢ દ્વારા વિનંતી કરાઇ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share