ડીસાના રસાણા કેનાલ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

Share

ડીસા પાસે આવેલ રસાણા કેનાલ પાસે મોડી સાંજે અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. તેમજ અકસ્માતમાં અનેક માસૂમ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

ડીસાના ભોપાનગર ખાતે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ રાવળ પોતાની પત્ની સાથે મોટર સાઇકલ પર ડીસા પાલનપુર હાઇવે પર જઈ રહ્યા હતા તે દરમિયાન ડીસાના રસાણા મોટા પાસે આવેલ કેનાલ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા. જેમાં ભાવેશભાઈ રમેશભાઈ રાવળનું ઘટના સ્થળે મોત થયું હતું. તેમજ તેની પત્નીને ઇજા થતાં સારવાર માટે ખસેડયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાશી છૂટ્યો હતો.

 

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share