ડીસામાં ડીસાવળ રોહીત સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો

Share

 

ડીસાની એ.સી. ડબલ્યુ હાઇસ્કૂલમાં શનિવારે ડીસાવળ રોહીત સમાજ દ્વારા 15 મો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. જેમાં તેજસ્વી તારલાઓ, નવી નિમણૂંક, વર્ગ બઢતી અને વય નિવૃત્તિ આ તમામ લોકોનું સન્માન કરાયું હતું.

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ એ.સી. ડબલ્યુ હાઇસ્કૂલમાં શનિવારે ડીસાવળ રોહીત સમાજ દ્વારા 15 મો શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું હતું.

 

 

આ સેમિનારમાં તેજસ્વી તારલાઓ અને નવી નિમણૂંક, વર્ગ બઢતી અને વય નિવૃત્તિ આ તમામ લોકોને શનિવારે બાબા સાહેબનું પુસ્તક, બાબ સાહેબનું શિલ્ડ અને ચોપડા આપી સન્માનિત કરાયા હતા.

 

 

આ પ્રસંગે ડૉ. જીગ્નેશ હરિયાણી, નગરપાલિકા ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી સહીત ડીસાવળ રોહીત સમાજના આગેવાનો, યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 15 મો શૈક્ષણિક સેમિનારમાં આ તમામ લોકોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share