ડીસાના 4 ખેલાડીઓએ 32 માં યુનિવર્સિટી ખેલકૂદ રમતોત્સવમાં વિવિધ મેડલો જીતીને ગૌરવ વધાર્યું

Share

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ 32 મો સાબર ખેલકૂદ રમતોત્સવ યુનિવર્સિટીના સ્પોર્ટ્‌સ ડાયરેક્ટર ડૉ. ચિરાગભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તા. 22 થી 24 ડિસેમ્બરના રોજ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં યોજાયો હતો.

 

 

જેમાં યુનિવર્સિટીની 127 કોલેજોના 1200 થી 1500 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં કૂદ, ફેંક અને દોડ જેવી સ્પર્ધાઓ હોય છે.

 

આ સ્પર્ધામાં ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરીના માર્ગદર્શનથી કોલેજના ખેલાડી કરમસિંગ બાલીસાણીયાએ લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ, નિતા માળીએ 10,000 મીટર દોડમાં સિલ્વર અને 5,000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ,

 

કિશનસિંહ વાઘેલાએ હથોડા ફેંકમાં બ્રોન્ઝ મેડલ અને ભારતી ઠાકોરે 800 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ડીસા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે. જ્યારે મેડાલીસ્ટ તમામ ખેલાડીઓ ટીમ મેનેજર અજય ઠાકોર અને કોચ ડૉ. આર.ડી. ચૌધરીને સંસ્થા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share