ડીસામાં આપ દ્વારા ત્રીજા દિવસે પણ વિવિધ માંગણીઓને લઇને ભૂખ હડતાળ યથાવત

Share

ડીસા ખાતે નવીન બનાવેલ એલિવેટેડ બ્રિજને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ દિવસીય ઉપવાસ આંદોલન યોજાયું હતું જેમાં આજે ત્રીજા દિવસે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપવાસ આંદોલન યથાવત રાખ્યું.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી જેને લઇને સ્થાનિક લોકો તેમજ આગેવાનો દ્વારા હાઈવે પર ઓવરબ્રિજની માંગ કરવામાં આવી હતી અને સરકાર દ્વાર 222 કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો.

 

પરંતુ જ્યારથી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારથી જ આ બ્રિજ વિવાદમાં મુકાયો છે. કેમ કે બ્રિજ પર તેમજ બ્રિજની નીચે સ્ટ્રીટલાઇટો રાખવામાં આવી છે તે રાત્રિ દરમિયાન ચાલુ ન થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ બ્રિજ નીચે રોડનું સમાર કામ ન કરવાથી રોડની હાલત પણ ખખડ ધજ જોવા મળી રહી છે.

અનેક સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ થાય તેને લઈને ત્રણ દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા 2 દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે અને આજે ત્રીજો દિવસ છે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે પણ ઉપવાસ આંદોલન યથાવત છે.

 

ત્રણ દિવસ સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ પણ જવાબ પણ આપવામાં આવ્યો નથી હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે…

 

From – Banaskantha Update


Share