ડીસાથી ચિત્તોડગઢ ગેલોત પરિવાર દ્વારા પાંચમા વર્ષમાં પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન

Share

 

બનાસકાંઠાના ડીસાથી પાંચ વર્ષથી નીકળતો સંઘ ડીસાથી ચિત્તોડગઢ પ્રસ્થાન થતાં હજારો ભક્તો સંઘમાં જોડાયા હતા. જ્યારે સંઘના દર્શન માટે સમગ્ર જીલ્લામાંથી માળી સમાજ સહીતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

 

 

બનાસકાંઠામાં વસતા મારવાડી માળી સમાજ મૂળ રાજસ્થાનના વતની છે અને ધંધાર્થે આવેલા છે. જ્યારે માળી સમાજમાં ગેલોત પરિવારની કુળદેવી માતાજી ચિત્તોડગઢમાં બાણેશ્વરી માતાજી બિરાજમાન છે.

 

 

જ્યારે જીલ્લાના ગેલોત પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સંઘ લઇને ચિત્તોડગઢ પ્રસ્થાન થાય છે. ત્યારે શુક્રવારે નીકળેલા સંઘમાં જીલ્લાભરના ગેલોત પરિવાર અને માળી સમાજ આ સંઘમાં જોડાયો હતો. જ્યારે આ સંઘમાં હાથી, પાલખી અને લાઇવ ડી.જે. સહીત સાફાઓથી સજ્જ યુવા-યુવતીઓના કારણે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો.

 

 

ડીસાના સ્પોર્ટસ ક્લબથી નીકળી શહેરના માર્ગો પર ફરતાં ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. જો કે, સંઘના દર્શન માટે સમગ્ર ડીસા શહેર સહીત તાલુકાભરની જનતા ઉમટી પડી હતી. આ સંઘમાં ગેલોત પરિવાર સહીત માળી સમાજ જોડાતાં હજારો લોકો જોડાયા હતા.

 

 

જો કે, 400 કિલોમીટર ચિત્તોડગઢ આગામી તા. 4 જાન્યુઆરી 2022 ના રોજ પહોંચશે અને ત્યાં ભજન સંધ્યાનો કાર્યક્રમ અને ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લ્હાવો લેશે. જ્યારે ભાવિક ભક્તો બાણેશ્વરી માતાજીને પ્રાર્થના કરી સમગ્ર દેશમાં કોરોના જેવી મહામારીથી બહાર આવે અને દેશની રક્ષા સુરક્ષા વધે તેવી પ્રાર્થના કરશે.

 

 

આ અંગે સંઘના મુખ્ય દાતા પી.એન. ગેલોતે જણાવ્યું હતું કે, ‘સંઘ સમગ્ર ગેલોત પરિવાર દ્વારા પ્રસ્થાન કરાયું છે. સંઘમાં પગપાળા જતાં તમામ ભક્તો માટે દરેક જગ્યાએ રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઇ છે.

 

 

10 દિવસ સંઘમાં હજારો ભક્તો પગપાળા ચાલી માતાજીના દર્શન કરી પરિવાર, સમાજ અને દેશ સુરક્ષિત રહે તેમજ દેશ કોરોના જેવી બીમારીમાંથી મુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવશે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share