ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની ભૂખ હડતાળ બીજા દિવસે યથાવત

Share

 

ડીસામાં વર્ષો જૂની ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે અંદાજીત રૂ. 200 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ ઓવરબ્રિજ ગુજરાતનો પહેલાં નંબરનો ઓવરબ્રિજ છે. પરંતુ આ નવો ઓવરબ્રિજ બન્યા બાદ પણ જૂના વિવાદો હજુ પણ હયાત છે.

 

 

ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આ ઓવરબ્રિજમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં ત્રણ દિવસ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. પરંતુ હડતાળના પ્રથમ દિવસે જ પરમિશન રદ કરી પોલીસે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોની રાત્રિના સમયે જ અટકાયત કરી દીધી છે.

 

 

જયારે ગુરુવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, જે પ્રમાણે સવારે શરૂ થયેલું આંદોલન ગુરૂવારે સાંજે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

 

 

જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા મુક્ત કરાતાં આપના કાર્યકરો દ્વારા ડીસાના હવાઇ પિલ્લર સામે આવેલા સ્કોન શોપિંગમાં પોતાનું આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું.

 

અને શુક્રવારે બીજા દિવસે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભૂખ હડતાળ આંદોલન યથાવત રાખવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે, ‘તંત્ર દ્વારા આપના કાર્યકરોની માંગણી સ્વીકારે છે કે, કેમ તે જોવાનું રહ્યું.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share