બનાસકાંઠા જીલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો : ખેડૂતો પાકને નુકસાનની ભીતિને લઇને પરેશાન

Share

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ થતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો. ડીસામાં ચાર ડિગ્રી તાપમાન વધતા આજે 16.4 લઘુતમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું.

ડીસામાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા માણી હતી. તો બિજી તરફ ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે.

ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે અને આવા વાતાવરણને કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

જે.કે પટેલ (મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક ડીસા)

ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરે તો પાકને નુકસાનથી બચી શકાય તેમ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક જે.કે.પટેલે જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share