ડીસાના આખોલ પાસે અજાણ્યો વાહન ચાલક માતા પુત્રને ટક્કર મારી ફરાર : માતાનું મોત, પુત્ર ગંભીર

Share

ડીસાના આખોલ ગામ પાસે મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં માતા- પુત્ર રોડની સાઈડમાંથી પસાર થઇ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા માતાનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પુત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

 

ડીસા તાલુકાના આખોલ ગામ પાસે મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આખોલ ગામે રહેતા ટીનાબેન સરતાનભાઈ વાલ્મીકિ અને તેમનો 11 વર્ષીય પુત્ર રોહિત વાલ્મિકી રોડની બાજુમાંથી પસાર થઈ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા જીપડાલાના ચાલકે માતા અને પુત્રને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ જીપડાલા ચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે અકસ્માતમાં માતા-પુત્ર બંને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઇજા થતા માતાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતક મહિલાની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડાઇ હતી.

 

 

From – Banaskantha Update


Share