પાલનપુર જીલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને હાર્ટ એટેકની કાર્ડીયો પલ્મોનરી રીસસીટેશનની તાલીમ અપાઇ

Share

 

ગુડ ગવર્નન્સ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલનપુર જીલ્લા પંચાયતમાં ગુરૂવારે હાર્ટ એટેકમાં પ્રાથમિક સારવાર માટે અધિકારીઓ અને કર્મચારીઓને કાર્ડીયો પલ્મોનરી રીસસીટેશન (સી.પી.આર.) ની તાલીમ અપાઇ હતી.

 

 

જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ તાલીમમાં હાર્ટ એટેક આવે તેવા સમયે પ્રાથમિક સારવારમાં શું કરી શકાય તે માટે કાર્ડીયો પલ્મોનરી રીસસીટેશન (સી.પી.આર.) અંગેની પ્રેક્ટીકલ તાલીમ આપી બનાસકાંઠા જીલ્લા પંચાયતના કર્મચારીઓને વિગતવાર માહિતી અપાઇ હતી.

 

 

હાર્ટ એટેક આવે ત્યારે વ્યક્તિને બચાવવા કઇ રીતે છાતીના ક્યા ભાગમાં હાથની કઇ સ્થિતિમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના કાર્ડીયોલાજીસ્ટ ડૉ. તરંગ ગોહીલે રીહર્સલ દ્વારા સમજાવ્યું હતું.

 

 

આ પ્રસંગે ર્ડા. તરંગ ગોહીલે જણાવ્યું હતું કે, ‘હાર્ટ એટેકના સમયે બે થી ત્રણ મિનિટ ખાસ હોય છે તે સમય યોગ્ય રીતે કાર્ડીયો પલ્મોનરી રીસસીટેશન (સી.પી.આર.) કરવામાં આવે તો કોઇનું જીવન બચાવી શકાય છે.

 

હાર્ટ એટેક આવે ત્યારે પુખ્તવયના માણસમાં બંને ફેફસાના વચ્ચેના ભાગમાં 30 વખત છાતી 5 સે.મી. જેટલી દબાય તેવી રીતે પુશઅપ કરી બે વખત મોંઢાથી શ્વાસ આપવો જોઇએ તેમજ એક વર્ષથી નાનું બાળક હોય તો હાથના બે અંગુઠા વડે 15 પુશઅપ 1 થી 2 સે.મી. છાતી દબાય તે રીતે પુશઅપ કરી બે શ્વાસ આપવા અને શ્વાસ આપવાની

 

પ્રક્રીયા બે વખત કરવી તેમજ પુશઅપની પ્રક્રીયા ફરીથી કરી શ્વાસોશ્વાસમાં શ્વાસનળી સીધી રાખવી જેથી ઉંડે સુધી શ્વાસ પહોંચાડી શકાય. જીલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને સી.પી.આર.ની આ પ્રક્રીયાનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.’

 

આ અંગે જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે જણાવ્યું હતું કે, ‘કુદરત ન કરે પરંતુ આપણા પરિવાર કે ઓફીસમાં કોઇ સ્ટાફ મિત્ર અને સગા-સબંધીને હાર્ટ એટેક આવે ત્યારે તેમને પ્રાથમિક સારવાર આપવા અંગેની માહિતી આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે.

 

આપણી એક જાણકારી કે સી.પી.આર.ની આવડતથી કોઇકની જીંદગી બચાવી શકાય છે. એટલે જ આ તાલીમમાં મળેલી માહિતી આપણને ખૂબ ઉપયોગી સાબિત થશે.’

 

આ તાલીમમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. એન. દેવ, એપેડેમિક મેડીકલ ઓફીસર ડૉ. એન. કે. ગર્ગ, સિવિલ સર્જન ડૉ. ભરત મિસ્ત્રી, આર.સી.એચ.ઓ. ડૉ. જીગ્નેશ હરિયાણી સહીત તબીબો અને જીલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં ફરજ બજવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share