ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુરૂવારે હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને તાત્કાલીક પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

 

 

ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલીક એમના પદથી દૂર કરવામાં આવે અને અસિત વોરા સહીત પેપર લીક કૌભાડમાં સંડવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયદેસર કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવામાં આવે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષસ્થાને કોઇ પ્રમાણિક, નિષ્પક્ષ આઇ.એ.એસ. અધિકારીની

 

 

નિમણૂંક કરવામાં આવે, અગાઉના પેપર લીકને કારણે રદ થયેલ પરીક્ષા સહીત તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતાળા વળતર તરીકે રૂ. 50,000 ચૂકવવામાં આવે, અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલીક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે, આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત ન્યાયધીશની

 

 

અધ્યક્ષતામાં સમિતિની રચના કરી એને તપાસ સોંપવામાં આવે અને તેવી જનતાના ફાયદા માટે તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા રાજીનામું આપે તેવી માંગ સાથે બનાસકાંઠાના જીલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા ગુરૂવારે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share