સુઇગામમાં જલોયાના 4 શખ્સોને કોન્ટ્રાક્ટરને રિવોલ્વર બતાવી ધમકી આપવાના કેસમાં 3 વર્ષની કેદ

Share

સુઇગામ તાલુકાના જલોયા ગામે એક વર્ષ અગાઉ ચાલી રહેલ સોલર કંપનીના કોન્ટ્રાક્ટરને મળેલ વોટર એન્ડ લેબર કોન્ટ્રાકટના કામને વર્ક પરમીટ રૂપાંતરિત કરવા ફરિયાદીને રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી કામ બંધ કરાવાની ધમકી અંગેની ચાર શખ્સો વિરૂધ્ધ સુઈગામ પોલીસમથકે કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ નામદાર સિવિલ કોર્ટમાં ચાલી જતાં ચારેય આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારતા ચકચાર મચી હતી.

સ્ટેલીગ એન્ડ વિલ્સન સોલર લી. કંપનીમાં વોટર એન્ડ લેબરનો કોન્ટ્રાકટ મળેલ જે વર્ક પરમીટ રૂપાંતરિત કરવા કોન્ટ્રાકટર મહાસિંહ કલસિંહ રાઠોડને એક વર્ષ અગાઉ કામ બંધ કરવા રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ સુઇગામ પોલીસ મથકે નોંધાવતાં જલોયા ગામના ચાર શખ્સો વિરૃધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

જે કેસ બુધવારે નામદાર સુઈગામ સિવિલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.એમ.ખાખલેચાની દલીલો અને પુરાવાને માન્ય રાખી સૂઇગામ સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અતુલકુમારે તમામ આરોપી વિસાભાઈ હમીરભાઈ ડોડીયા, વરધાભાઈ કાજાભાઈ ડોડીયા, દિનેશભાઈ લખમણભાઈ ડોડીયા, કમલેશભાઈ કાજાભાઈ ડોડીયા (તમામ રહે જલોયા,તા.સુઇગામ) વાળાઓને અલગ અલગ કલમો હેઠળ કસૂરવાર ઠેરવી ત્રણ ત્રણ વર્ષ ની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

 

From – Banaskantha Update


Share