બનાસકાંઠા જિલ્લા પશુપાલન અધિકારી ડો. પ્રકાશ મિસ્ત્રીનું હૃદયરોગના હુમલામાં નિધન

Share

જિલ્લા પશુપાલન અધિકારી ડો. પ્રકાશ મિસ્ત્રીનું હૃદયરોગના હુમલામાં આકસ્મિક નિધન થતા જિલ્લા પંચાયત વર્તુળમાં શોકનું મોજું વ્યાપી ગયુ છે. જિલ્લા પશુપાલન અધિકારી અને ઇન્ચાર્જ આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રકાશ મિસ્ત્રીનું મંગળવારે રાત્રે આકસ્મિક નિધન થયું હતું.

 

પશુપાલન વિભાગના સુત્રોએ જણાવ્યું કે, પ્રકાશભાઇએ રાત્રે 9:30 વાગે છાતીમાં દુ:ખાવો થતાં ડ્રાઇવરને ફોન કરીને બોલાવ્યો હતો જે બાદ ડોક્ટર હાઉસની સ્વસ્તિક આઇસીયુમાં નિદાન કરાવતી વખતે જ તેમનું અવસાન થયું હતું.

જિલ્લા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર્સમાં તેઓ એકલા જ રહેતા હતા અને શનિવારની સાંજે નિવાસે હિંમતનગર જતા હતા. મૂળ હિંમતનગર પાસેના વડાલી તાલુકાના વડોઠ ગામના પ્રકાશભાઈ મિસ્ત્રી જુલાઈ 2019માં પશુપાલન અધિકારી તરીકે હાજર થયા હતા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે લોકચાહના મેળવી હતી.

 

From – Banaskantha Update


Share