ઇકબાલગઢ નજીક અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ઇકબાલગઢ નેશનલ હાઇવે નજીક બુધવારે એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે લાશને લઇ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ આ અંગે અમીરગઢ પોલીસને જાણ કરતાં પોલીસે લાશનો કબજો લઇ પી.એમ. અર્થે ખસેડી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નેશનલ હાઇવે પર બુધવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

 

આ ઘટનાને લઇ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ત્યારે સ્થાનિક લોકોએ અમીરગઢ પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને કબજે લઇ અમીરગઢની સિવિલ રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી હતી. પોલીસ દ્વારા હાલ આ વ્યક્તિની ઓળખાણ માટે તજવીજ હાથ ધરાઇ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share