થરાદના લેડાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં એક મતથી વિજયને લઇ વિવાદ સર્જાતાં ઉમેદવારે હાઇકોર્ટની ચિમકી ઉચ્ચારી

Share

થરાદ તાલુકાના લેડાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર કરાયું હતું. જેમાં ઉમેદવાર એક મતે વિજય થતાં તે માન્ય ન હોવાથી વિવાદ સર્જાયો હતો. જ્યારે સામા પક્ષના ઉમેદવારે બુધવારે સમર્થકો સાથે પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરાઇ હતી.

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર કરાયું હતું. જેમાં થરાદ તાલુકાના લેડાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં એક મતથી ઉકાજી ચૌહાણને વિજેતા જાહેર કર્યાં હતા.

જ્યારે એક મતે વિજય માન્ય ન હોવાથી વિવાદ સર્જાયો હતો. જ્યારે સામા પક્ષના ઉમેદવાર શંકરભાઇ પરમાર સમર્થકો સાથે બુધવારે પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરાઇ હતી. જોકે, યોગ્ય નિરાકરણ નહીં આવે તો હાઇકોર્ટ દ્વાર ખખડાવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

From-Banaskantha update

 

 

 


Share