સુરતમાં વિજેતા સરપંચના 5 વ્યક્તિઓ પર હારેલા ઉમેદવારના સમર્થકોએ હુમલો કરતાં ચકચાર : ઓડી ગાડીનો ભૂક્કો બોલાવ્યો

Share

સુરતના ગોડાદરાના દેવધ ગામમાં વિજેતા સરપંચ ઉમેદવારના સપોર્ટરોને ધાક ધમકી આપી રસ્તામાં રોકી માર મરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ લક્ઝરી ઓડી કારનો પણ ભૂક્કો બોલાવી માસ્ક ધારી હુમલાખોરોએ કારમાંથી બહાર કાઢી મહીલાઓ અને પુરૂષોને મારતાં વાતાવરણ તંગ બનાવી દીધું હતું.

 

 

જો કે, પોલીસ દોડી આવતાં હુમલાખોરો ભાગી ગયા હોવાનું અને 3 દિવસથી ધમકી મળતી હોવાની પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી ન કરી હોવાનું ઇજાગ્રસ્ત અમીબેન ઉર્ફે અંજનાબેને આક્ષેપ સાથે જણાવ્યું છે. જો કે, હાલ દેવધ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

 

આ અંગે અમીબેન ઉર્ફે અંજનાબેન (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે, ‘હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા છે. અમે વનિતાબેન રાજેશભાઇ પટેલ સરપંચ ઉમેદવારના સપોર્ટર છે. સામા પક્ષમાં હરગોવિંદભાઇ રબારી પરિવાર હારી ગયેલા શિલ્પાબેન સુરેશભાઇ રબારીના સપોર્ટર છે.

 

 

 

ત્રણ દિવસથી અમને ઘરે આવીને અને ફોન ઉપર શિલ્પાબેનને સપોર્ટ કરવા દબાણ કરાતું હતું. એટલું જ નહીં પણ ઘરમાં આવીને ધમકી આપી ગયા હતા.

 

મંગળવારે પરિણામ જાહેર થતાં જ વનિતાબેનને વિજય જાહેર કરાતાં રબારીઓ ઘરમાં ઘૂસી ગયા હતા. અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી. જેને લઇ અમે ઓડી કારમાં પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઇ રહ્યા હતા.’

 

 

અર્ધ રસ્તે જ માસ્ક ધારી રબારીઓએ હાથમાં દંડા-ફટકા અને ચપ્પુ જેવા સાધનો લઇ અમારી કારને આંતરી હતી. હું કારમાંથી બહાર ઉતરી સમજાવવા ગઇ તો મારી સાથે ઝપાઝપી કરી મારા પતિ રણવીરસિંહને કારમાંથી બહાર કાઢી જાહેરમાં ફટકાર્યાં હતા. બચાવવા ગયેલા 5 વ્યક્તિઓને પણ માર મારી ગામમાં પોતાનું વર્ચસ્વ ઉભુ કરવા અમારી ઉપર હુમલો કર્યો હોવાનું કહી શકાય છે.

 

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘રબારી સમાજના બે ભાગલા પડી ગયા હોવાનું ચૂંટણીમાં સ્પષ્ટ દેખાય આવતાં હારી ગયેલા ઉમેદવારના સપોટરોએ વિજેતા ઉમેદવારોના સપોટરોને શુભેચ્છા આપવા જતાં રસ્તે રોકી હુમલો કર્યો હોવાની પણ વાત સામે આવી રહી છે. હાલ ગોડાદરા પોલીસે ઘટનાસ્થળે બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.’

 

 

ઇજાગ્રસ્તોના નામ
– જયેશભાઇ વાસીયા
– રણવીરસિંહ વાસીયા
– અમીબેન રણવીરસિંહ
– નરેન્દ્રસિંહ રામસિંહ વાસીયા
– પુષ્પાબેન રમેશભાઇ રાઠોડ

 

From – Banaskantha Update

 


Share