બનાસકાંઠામાં આવતીકાલે યોજાનારી 528 ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીઓ પૂર્ણ : 13 લાખથી વધુ મતદારો મતદાન કરશે

Share

રાજ્યમાં આવતીકાલે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 528 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જે માટે 1877 જેટલાં ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે જ્યારે વોર્ડમાં 4,562 જેટલા ઉમેદવારોએ સભ્ય પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 13 લાખ 48 હજાર 366 જેટલાં મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ 6 લાખ 48 હજાર અને મહિલાઓ 6 લાખ 51 હજાર છે.

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. બેલેટ પેપરથી મતદાન કરવાના હોવાથી 2,766 જેટલી મતપેટીઓ પણ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 9,865 જેટલાં પોલિંગ છાપ અભિયાન શાંતિપૂર્ણ રીતે ચાલે એ માટે નિમણૂક કરવામાં આવ્યાં છે.

156 જેટલા અલગ-અલગ રૂટ બનાવી ઓફિસરોની નિમણૂક કરાઈ છે. જેથી મતદાન મથકો પર કોઈ નાના મોટી મુશ્કેલી હોય કે કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર હોય તે માટે ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. 21 તારીખે મતગણતરી થવાની છે તેને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં 528 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને બે ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ મતદારોની વાત કરવામાં આવે તો 6 લાખ 96 હજાર જેટલાં પુરુષ મતદાતાઓ અને 6 લાખ 51 હજાર જેટલા મહિલા મતદાતાઓ છે. જિલ્લામાં કુલ 13 લાખ 48 હજાર 366 જેટલાં મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લામાં 1,877 જેટલાં સરપંચના ઉમેદવારો નોંધાયા છે. જ્યારે 4,562 જેટલા ઉમેદવારો વોર્ડની ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયા સમગ્ર શાંતિપૂર્ણ રીતે કરી શકાય એટલા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બેલેટ પેપરથી મતદાન કરવાના હોવાથી 2,766 જેટલી મત પેટી છે. જેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

સમગ્ર પ્રક્રિયા દરમિયાન 9,865 જેટલાં પોલીંગ સ્ટાફ આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલે એ માટે એમને નિમણૂક આપવામાં આવેલી છે. 156 જેટલા અલગ-અલગ રૂટ બનાવી ઝોનલ ઓફિસરને નિમણૂક આપી છે. મતદાન મથકો પર કોઈ નાની મોટી મુશ્કેલીઓ હોય સત્વરે આપણે એ મુશ્કેલી દૂર કરી શકીએ કોઈ પણ મદદની જરૂરત હોય તે પણ આપણે પૂર્ણ કરી શકીએ, 21 તારીખે મતગણતરી થવાની છે તે બાબતે જેના સ્થળોની નિયત કરવામાં આવ્યાં છે.

 

From – Banaskantha Update


Share