બનાસકાંઠા ભૂસ્તર વિભાગએ 5 ડમ્પર કબ્જે કરી 1.40 કરોડનો મુદ્દામાલ ઝ્પ્ત કર્યો

Share

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો. જેમાં આગથળા પાસે રોયલ્ટી વગર રેતીની ચોરી કરી જતા પાંચ ડમ્પર ઝડપી પાડી આગથળા પોલીસ મથકે મુકાયા હતા.

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે ખાનગી વાહનમાં ભૂસ્તર વિભાગની ટીમને ચેકીંગ અર્થે રવાના કરી હતી જેમાં ડીસા થરાદ હાઇવે પર આગથળા પાસેથી પસાર થઈ રહેલા પાંચ ડમ્પરોને ભૂસ્તર વિભાગની ટીમે રોકી રોયલ્ટી પાસ માંગતા ગાડી ચાલકો પાસેથી કોઈક પાસ, પરમીટ કે રોયલ્ટી મળી આવેલ ન હતી જેથી રેતીની ચોરી કરી જતા હોવાનું માલુમ પડતા પાંચ ડમ્પર સહિત કુલ રૂ 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ડમ્પર માલિકોને અંદાજે રૂ.12 લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યુ હતું કે, અમારી ટિમને ખાનગી વાહનમાં ચેકીંગ મોકલી હતી અને જે દરમ્યાન આગથળા પાસેથી પાંચ ડમ્પર રોયલ્ટી પાસ વગરના ઝડપાયા હતા. જેને કબ્જે લઈ આગથળા પોલીસ મથકે મુકવામાં આવ્યા છે અને રૂ.12 લાખનો દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરાઈ છે વધુમાં જણાવ્યું હતું કે, બનાસનદી કે સાદી રેતી કે પછી અન્ય કોઈ ખનીજ ચોરી થતી હશે તેને રોકવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે. જયારે રૂ 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતાં અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

ભૂસ્તર વિભાગે છેલ્લા એક મહિનામાં અનેક વખત ચેકીંગ હાથ ધરી કરોડોની ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મળી છે. જોકે, ભૂસ્તર અધિકારીના કડક વલણથી ભૂમાફિયાઓ ફફડાટ ફેલાયો.

ખનીજ ચોરીમાં ઝડપાયેલા પાંચ ડમ્પર જેમાં ગાડી નંબર GJ-08-Y-6828 22 ટન, GJ0-08-Z-2726 22 ટન, GJ-08-AU-8848 32 ટન, GJ-08-AU-7588 32 ટન, GJ-02-ZZ-2430 32 ટન ઝડપી પાડી હતી.

 

From – Banaskantha Update


Share