સૂઇગામના ભરડવાના મહીલા સરપંચ ઉમેદવારે જીલ્લા કલેક્ટર અને એસ.પી. પાસે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી

Share

 

સૂઇગામ તાલુકાના ભરડવા ગામમાં સરપંચના ઉમેદવાર ગ્રામજનો સાથે શુક્રવારે કલેક્ટર કચેરી પહોંચી પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. જેમાં મહીલા સરપંચ ઉમેદવારનું જાનનું જોખમ હોઇ પોલીસ બંદોબસ્તની માંગ કરાઇ છે.

 

 

જ્યારે સ્થાનિક પોલીસને અવાર-નવાર જાણ કરવા છતાં કોઇ પગલાં ન ભરતાં સૂઇગામના પી.એસ.આઇ. ની બદલી કરવાની માંગ કરાઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ધમધમાટ પ્રચારના પડઘમ શાંત થવાના અંતિમ ચરણમાં છે. ત્યારે સૂઇગામ તાલુકાના ભરડવા ગામમાં સરપંચના ઉમેદવાર ક્રિષ્નાબેન રાજપૂત ગ્રામજનો સાથે શુક્રવારે કલેક્ટર કચેરી પહોંચી પોલીસ પ્રોટેક્શનની રજૂઆત કરી છે.

 

 

જેમાં મહીલા સરપંચ ઉમેદવારનું જાનનું જોખમ હોઇ પોલીસ બંદોબસ્તની માંગ કરી છે. જ્યારે સરપંચ ઉમેદવાર ક્રિષ્નાબેનને સામેના પક્ષના લોકો ધાક ધમકી આપી હીંસાનો પ્રયાસ કરતાં સરપંચ સહીત ગ્રામજનો જીલ્લા કલેક્ટર કચેરીએ જીલ્લા કલેકટર આનંદ પટેલને રજૂઆત કરી છે.

 

 

જ્યારે સ્થાનિક પોલીસને અવાર-નવાર જાણ કરવા છતાં કોઇ પગલાં ન ભરતાં સૂઇગામના પી.એસ.આઇ. કિરણભાઇ સુથારની બદલી કરવાની માંગ કરાઇ છે.

 

 

જ્યારે પી.એસ.આઇ. કિરણભાઇ સુથાર સ્થાનિક હોઇ ચૂંટણીની કામગીરીમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે.

 

 

જ્યારે સ્થાનિક લેવલે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં જીલ્લા કલેકટર આનંદ પટેલ અને બનાસકાંઠા એસ.પી. તરુણ દુગ્ગલ પાસે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. જો ગામમાં કોઇ પણ જાતની હિંસા કે ખૂન ખરાબી થશે તેનો જવાબદાર પોલીસ તંત્ર કે ક્રિષ્નાબેન રાજપૂત રહેશે તેને લઇ અનેક સવાલો ઉઠયા છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share