અમીરગઢ: ભડથ પાટિયા નજીક સર્જાયો ભયંકર ત્રિપલ અકસ્માત, એકનું મોત

Share

અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમીરગઢ નેશનલ હાઈવે પર આવેલા ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારનો કુરચો થયી ગયો હતો.

અકસ્માત સર્જાતા જ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકો ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા જે બાદ ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. જોકે, ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share