ડીસાના આખોલ ચોકડી નજીક રેતી ભરેલું ડમ્પર ઠાલવી દેતાં વાહનચાલકો ત્રસ્ત

Share

 

ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા નજીક આવેલ નેશનલ હાઇવે પર કોઇ અજાણ્યા ડમ્પર ચાલકે રેતી ભરેલું ડમ્પર હાઇવે પર ઠાલવી દેતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ચાર દિવસ વિત્યા છતાં હજુ સુધી કોઇ ખસેડવાનો કોઇ નિકાલ કરાયો નથી.

 

 

 

વાહનચાલકો અને સ્થાનિક લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આવેલ નેશનલ હાઇવે પર અજાણ્યા ડમ્પર ચાલકે આખું ડમ્પર ભરેલું રેતીનું રોડ પર ઠાલવી દેતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

 

ડમ્પર ભરેલા અજાણ્યા ચાલકે રેતી ભરેલું ડમ્પર ઠાલવી દેતાં અડધો રોડ બંધ હોવાથી ટ્રાફીકજામના પણ દૃશ્યો સર્જાયા છે. જ્યારે રસ્તા પર રેતી ઠાલવી દેતાં રેતીના કારણે કેટલાંક મોટર સાઇકલ ચાલકો સ્લીપ ખાઇ જતાં ઘટનાઓ પણ બને છે. આ નેશનલ હાઇવે પર ચાર દિવસ અગાઉ કોઇ અજાણ્યો શખ્સ રેતી ભરેલું ડમ્પર ઠાલવી જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

જ્યારે સ્થાનિક તંત્રને પણ જાણ કરવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા રેતી તાત્કાલીક ધોરણે ખસેડવાની કામગીરી નહી કરે તો મોટી જાનહાની સર્જાવાની ભીતી સેવાઇ રહી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share