પલસાણાની કાપડ મીલમાં ભયંકર આગ લાગતાં દોડધામ

- Advertisement -
Share

 

સુરત નજીક આવેલા પલસાણાના તાંતિથૈયામાં આવેલી કાપડ મીલમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રેસ અને સાડીના ગ્રે કાપડના જથ્થામાં આગ લાગી હતી. કોલસમાંથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આજુબાજુના વિસ્તારમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

 

 

જો કે, ફાયર બ્રિગેડની અલગ-અલગ સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને લગભગ ૩ કલાકની ભારે જહેમતે આગની જવાળાઓ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. સમગ્ર દુર્ઘટનામાં કોઇ ઇજા જાનહાની ન સર્જાતાં લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

 

 

તાંતિથૈયા ખાતે આવેલી પંકજ ફેશન નામની મીલમાં મંગળવારે સવારે અંદાજે પોણા સાત વાગ્યા આજુબાજુ કોલસાથી આગ લાગી ગઇ હતી. કોલસાના તણખાથી સાડી અને ડ્રેસ મટીરીયલ્સના ગ્રેના તાકામાં આગ લાગી હતી. જેથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

 

 

આગની સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાં ફાયર બ્રિગેડની બારડોલી અને પી.ઇ.પી.એલ.ની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંકજ ફેશનમાં સવારના સમયે આગ લાગી હતી. ત્યારે મીલમાં કામદારો ન હોવાથી અને જે હતા તે ઝડપથી બહાર નીકળી ગયા હોવાથી જાનહાની થઇ ન હતી અને કોઇ કામદારને ઇજા પહોંચી ન હતી.

 

 

આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ જાણકારી મળતાં મીલના માલિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાથે જ આજુબાજુમાંથી કામદારો અને લોકો પણ આગ જોવા માટે દોડી આવ્યા હતા.

 

આગ કાપડમાં લાગી હોવાથી કાળા ડીબાંગ ધૂમાડા ઉઠ્યા હતા. જે આકાશમાં ઉંચે સુધી ઉઠયા હતા. જેથી દૂર્‌દૂરથી પણ કાળા ધૂમાડા જોઇ શકાતાં હતા. જેથી સમગ્ર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

 

ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરાઇ હતી. આ અંગે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, ‘આગ કેવી રીતે લાગી તે તપાસ કરવામાં આવશે અને અંદર આગ પર કાબૂ મેળવવાના સાધનો હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.’

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!