પાલનપુરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

લેપટોપ, 3 મોબાઇલ અને જુગારની સામગ્રી જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠા જીલ્લાની એલ.સી.બી. પોલીસ અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે મંગળવારે પાલનપુર શહેરમાંથી બાતમીના આધારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે શખ્સની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
​​​​આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાંથી પેરોલ ફ્લો સ્કોડ અને એલ.સી.બી. પોલીસે મંગળવારે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી રહેલા શખ્સને ઝડપી પાડયો છે.

 

પોલીસે ખાનગી બાતમીના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી નીરવ ઉર્ફે પપ્પુ મુકેશભાઇ ઠક્કરને ઝડપી પાડયો હતો.

 

આ શખ્સ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ ટેસ્ટ સીરીઝ મેચ પર લેપટોપ ફોનમાં બનાવેલા આઇ.ડી. દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગ ઓવર દીઠ ભાવ મૂકી રૂપિયાથી ગ્રાહકોને હાર-જીતની પ્રવૃત્તિ કરી જુગાર રમાડી રહ્યો હતો.

 

જેમાં એક લેપટોપ, 3 મોબાઇલ અને જુગારની સામગ્રી મળી કુલ રૂ. 38,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે શખ્સ સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!